ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 6, 2025 9:26 એ એમ (AM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વક્ફ સુધારા બિલ, 2025 ને પોતાની મંજૂરી આપી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વક્ફ (સુધારા) બિલ, 2025 ને પોતાની મંજૂરી આપી છે, જે આ સપ્તાહે સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિની સંમતિ પછી, તે કાયદો બની ગયો છે.ગુરુવારે લોકસભામાં આ કાયદો પસાર કરવામાં આવ્યો હતો, જેમાં 288 સભ્યોએ તેનું સમર્થન કર્યું હતું, અને 232 સભ્યોએ તેની વિરુદ્ધ મતદાન કર્યું હતું. જ્યારે રાજ્યસભાએ શુક્રવારે બિલ પસાર કર્યું હતું, જેમાં 128 સભ્યોએ તેના પક્ષમાં મતદાન કર્યું હતું અને 95 સભ્યોએ તેનો વિરોધ કર્યો હતો. રાષ્ટ્રપતિએ મુસ્લિમ વક્ફ (રદ) બિલ, 2025 ને પણ મંજૂરી આપી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ