ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 6, 2025 8:15 પી એમ(PM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 8મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં એક રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 8મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં એક રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા આયોજિત આ પરિષદનો વિષય “મહિલા શક્તિથી વિકસિત ભારત” છે. આ કાર્યક્રમમાં સશસ્ત્ર દળો અને અર્ધલશ્કરી દળોના અધિકારીઓ, દિલ્હી પોલીસ, માય ભારત સ્વયંસેવકો, આંગણવાડી કાર્યકરો અને સ્વ-સહાય જૂથના સભ્યો સહિત વિવિધ ક્ષેત્રોની મહિલાઓ ભાગ લેશે.
આ કાર્યક્રમમાં વિશ્વ બેંક, યુનિસેફ, યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને યુનાઈટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ જેવા આંતરરાષ્ટ્રીય સંગઠનોના પ્રતિનિધિઓ પણ હાજર રહેશે.