રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગઈ કાલથી ઝારખંડની બે દિવસની મુલાકાતે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે કેન્દ્ર સરકાર ઉચ્ચ શિક્ષણમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સમાવેશ કરવા માટે પગલાં લઈ રહી છે. આજે રાંચીના મેસરા ખાતે બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના પ્લેટિનમ જ્યુબિલી સમારોહને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે વિકસિત ભારતના નિર્માણ માટે યુવાનોનો ઉત્સાહ અને પ્રતિબદ્ધતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. રાષ્ટ્રપતિ ગઈકાલે બે દિવસની મુલાકાતે રાંચી પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિએ ભાર મૂક્યો હતો કે યુવાનોનો ઉત્સાહ અને પ્રતિબદ્ધતા ‘વિકસિત ભારત’ના નિર્માણમાં મુખ્ય ભૂમિકા ભજવશે. તેમણે વધુમાં કહ્યું કે, નવીનતાઓ અને ઉદ્યોગસાહસિકોએ પરંપરાગત સમુદાયોના જ્ઞાન આધારને અવગણવો જોઈએ નહીં. મહિલા સશક્તિકરણ વિશે બોલતા, રાષ્ટ્રપતિએ કહ્યું, મહિલાઓ વિજ્ઞાન, એન્જિનિયરિંગ, ટેકનોલોજી અને ગણિતમાં પાછળ નથી. રાષ્ટ્રપતિએ શિક્ષણ અને નવીનતામાં શ્રેષ્ઠતાના 70 વર્ષ પૂર્ણ કરનાર BIT મેસરાના સમૃદ્ધ વારસા પર પણ ગર્વ વ્યક્ત કર્યો. રાષ્ટ્રપતિ આવતીકાલે નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે આદિ મહોત્સવ-2025નું ઉદ્ઘાટન કરશે.
આ મહોત્સવ લોકોને આદિવાસી સમુદાયોનની ઉદ્યોગસાહસિકતા, હસ્તકલા, સંસ્કૃતિ અને ખોરાક અને વ્યાપારી જીવનનો પરિચય કરાવે છે. આદિવાસી બાબતોના રાજ્યમંત્રી, દુર્ગાદાસ ઉઇકે જણાવ્યું કે, આ ઉત્સવ આદિવાસી કારીગરો અને ઉદ્યોગસાહસિકોને વિવિધ રાજ્યોના લોકોને તેમના ઉત્પાદનો અને રચનાઓ પ્રદર્શિત કરવાની તક પૂરી પાડે છે.
Site Admin | ફેબ્રુવારી 15, 2025 2:41 પી એમ(PM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાંચીમાં બીઆઇટી મેસરાની પ્લેટિનમ જ્યુબિલી સમારોહમાં હાજરી આપી
