ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

એપ્રિલ 18, 2025 7:55 પી એમ(PM)

printer

રાજ્ય સરકારે સ્પેસ ટેક્નોલૉજી ક્ષેત્રને વેગ આપવા માટે ગુજરાત સ્પેસ-ટેક પોલિસી જાહેર કરી

રાજ્ય સરકારે આજે સ્પેસ ટેક્નોલૉજી ક્ષેત્રને વેગ આપવા માટે ગુજરાત સ્પેસટેક પોલિસી 2025-2030 જાહેર કરી છે. આ પોલિસી અંતર્ગત IN-SPACE, ઇસરો અને અવકાશ વિભાગ સાથે ભાગીદારી કરીને રાજ્યમાં અવકાશ ક્ષેત્રમાં ઉદ્યોગોને વિકસાવવામાં આવશે.
રાજ્ય સરકાર આ વ્યૂહાત્મક ક્ષેત્રમાં કૌશલ્ય વિકાસ, સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે અવકાશ ટેક્નોલૉજીમાં એક સેન્ટર ફોર એક્સલન્સ સ્થાપવાની પણ યોજના ધરાવે છે.
આ પહેલથી રોકાણકારો અને ઉદ્યોગ સાહસિકો રાજ્યમાં અવકાશ ક્ષેત્રમાં ઉત્પાદન અને સંચાલન કરી શકશે. રાજ્ય સરકાર એક સ્પેસ મેન્યુફેક્ચરિંગ પાર્કના નિર્માણ માટે INSPACE, અવકાશ વિભાગ (ભારત સરકાર) સાથે મળીને કામ કરશે.