ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 4, 2025 9:50 એ એમ (AM)

printer

રાજ્ય સરકારે ગાંધીનગર મહાનગરપાલિકાને STP સહિતના કામ માટે 600 કરોડ રૂપિયાથી વધુની રકમ ફાળવી.

રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકાને 600 કરોડથી વધુની રકમ ફાળવવાનો નિર્ણય કરાયો છે. આ રકમ અંતર્ગત ગંદા પાણીના નિકાલ વ્યવસ્થાપન અને સ્ટ્રૉમ વૉટર ડિસ્પોઝલ નૅટવર્ક તેમજ ગટર શુદ્ધિકરણ પ્લાન્ટ- STP સહિતના કામ કરાશે. મહાનગરપાલિકામાં નવા સમાવિષ્ટ વિસ્તારોમાં ગટરના પાણીના શુદ્ધિકરણની સુવિધા પણ વધુ સુદ્રઢ થશે. જ્યારે 20 વર્ષથી વધુ સમયની 11 કિલોમીટર ગ્રેવિટી મેઈનલાઈન બદલવામાં આવશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે.આ રકમમાંથી જાસપુર S.T.P. અને તેને સંલગ્ન કામ માટે 245 કરોડ અને મહાનગરપાલિકાની હદ વિસ્તરણથી નવા સમાવિષ્ટ થયેલા ગામતળ અને ટાઉન પ્લાનિંગ વિસ્તારોમાં આવા કામ માટે 361 કરોડ રૂપિયા જેટલી રકમ ઉપયોગમાં લેવાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ