ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

એપ્રિલ 28, 2025 9:26 એ એમ (AM)

printer

રાજ્ય વડી અદાલતનાં મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગરવાલે આદિવાસી સમુદાય પાસે જમીનની જાળવણીના પાઠ શીખવા અપીલ કરી

રાજ્ય વડી અદાલતનાં મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગરવાલે કહ્યું, આદિવાસી જીવન ધરતી અને પ્રકૃતિ સાથે જોડાયેલું છે. આદિવાસી સમુદાય પાસે ધરતી માતાની જાળવણી અને પ્રકૃતિ સાથે કઈ રીતે જોડાવવું એ લોકોએ શીખવું જોઈએ.ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા નર્મદાના એકતાનગર ખાતે યોજાયેલા મેગા લિગલ અવેરનેસ એન્ડ એમ્પાવરમેન્ટ કેમ્પમાં સુશ્રી અગરવાલે ગઈકાલે આ મુજબ જણાવ્યું હતું. તેમણે આદિવાસી સમુદાયના અધિકારો અને યોજનાઓ તેમના સુધી પહોંચાડવામાં ન્યાયતંત્ર એક કડી હોવાનું પણ ઉમેર્યું હતું.ઉલ્લેખનીય છે કે, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ બી. આર. ગવઈની અધ્યક્ષતામાં યોજાયેલા આ કૅમ્પમાં યોજનાકીય સહાય, પ્રાકૃતિક ખેતી, શિક્ષણ, આરોગ્ય સહિતની વિવિધ 18 જેટલી હાટડી પણ બનાવાઈ હતી. તેના થકી લોકોને વિવિધ યોજનાઓથી જાગૃત કરાયા હતા.