રાજ્ય કર વિભાગને આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં વસ્તુ અને સેવા કર- GST હેઠળ 6 હજાર 388 કરોડ રૂપિયાની આવક થઈ છે, જે ગયા વર્ષે સમાન સમયગાળાની આવક કરતાં સાત ટકા વધુ છે.સત્તાવાર યાદી મુજબ, રાજ્ય કર વિભાગને ફેબ્રુઆરી સુધીમાં GST હેઠળ 67 હજાર 79 કરોડ રૂપિયાની આવક થઈ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળાની 58 હજાર 447 કરોડ રૂપિયાની આવક સામે 15 ટકા વધુ છે. આ ઉપરાંત વિભાગને ફેબ્રુઆરીમાં વેટ એટલે કે, વેલ્યૂ એડેડ ટેક્સ હેઠળ 2 હજાર 807 કરોડ, વિદ્યુત શુલ્ક હેઠળ એક હજાર 217 કરોડ અને વ્યવસાય વેરા હેઠળ 21 કરોડ રૂપિયાની આવક થઈ છે. આમ, કર વિભાગને કુલ 2 લાખ 10 હજાર 433 કરોડ રૂપિયાની આવક થઈ છે.
Site Admin | માર્ચ 2, 2025 10:07 એ એમ (AM)
રાજ્ય કર વિભાગને ફેબ્રુઆરી મહિનામાં GST હેઠળ 6 હજાર 388 કરોડ રૂપિયાની આવક થઈ.
