ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 3, 2025 7:56 પી એમ(PM)

printer

રાજ્યસભામાં વક્ફ સુધારા વિધેયક, 2025 રજૂઃ હાલ ચર્ચા ચાલીરહી છે,

કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરે રિજિજુએ આજે રાજ્યસભામાં વક્ફ સુધારા વિધેયક, 2025 રજૂ કરતા જણાવ્યું કે, વક્ફ સંપત્તિનાં સંચાલનના લાભાર્થી મુસ્લિમો જ રહેશે, બોર્ડના સંચાલનમાં બિન-મુસ્લિમોની કોઈ દરમિયાનગીરી રહેશે નહીં.ચર્ચામાં ભાગ લેતા કેન્દ્રીય મંત્રી જે પી નડ્ડાએ જણાવ્યું કે, વક્ફ બિલથી રાષ્ટ્ર ભવિષ્યમાં મજબૂત બનશે. તેમણે જણાવ્યું કે, આ બિલ રાષ્ટ્રનાં હિતમાં છે.
કોંગ્રેસના ડોક્ટર સૈયદ નસીર હુસૈને જણાવ્યું કે, આ બિલ ગેરમાર્ગે દોરે છે અને કોમી ધ્રુવીકરણનાં ઇરાદાથી તે લાવવામાં આવ્યું છે. તેમણે આક્ષેપ કર્યો કે, ભારતીય જનતા પાર્ટી સમુદાયોમાં વિભાજનનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવી, ડીએમકેના તિરુચી સિવા, ટીએમસીના મોહમ્મદ નદીમુલ હક, આમ આદમી પાર્ટીના સંજયસિંહ અને આરજેડીના મનોજકુમાર ઝાએ બિલનો વિરોધ કર્યો હતો. બિલ પર હાલ ચર્ચા ચાલુ છે. ચર્ચા માટે આઠ કલાકનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે. લોકસભામાં ગઈ મોડી રાત્રિએ બિલ બહુમતીથી પસાર કરવામાં આવ્યું હતું. વક્ફ સુધારા વિધેયકનો ઉદ્દેશ વારસાગત સ્થળોની સુરક્ષા અને સામાજિક કલ્યાણને પ્રોત્સાહન આપવાની જોગવાઈઓ સાથે વક્ફ મિલકતોના વ્યવસ્થાપનને સુવ્યવસ્થિત કરવાનો છે. આ કાયદાનો ઉદ્દેશ મિલકત વ્યવસ્થાપનમાં પારદર્શકતા વધારી વક્ફ બૉર્ડ અને સ્થાનિક અધિકારીઓ વચ્ચે સંકલનને સુવ્યવસ્થિત કરીને અને હિતધારકોના અધિકારોનું રક્ષણ કરીને શાસનમાં સુધારો કરવાનો પણ છે

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ