રાજ્યસભામાં આજે સામાન્ય અંદાજપત્ર 2025-26 પર ચર્ચા શરૂ થઈ. ચર્ચાશરૂ કરતા કોંગ્રેસના પી ચિદમ્બરમે કહ્યું કે વર્તમાન શાસનકાળમાં GDPમાં દેશના ઉત્પાદનનોહિસ્સો ઘટી ગયો છે. શ્રી ચિદમ્બરમે આર્થિક સર્વે 2025 ને ટાંકીને કહ્યું કે 2014 માં ઉત્પાદનનોહિસ્સો 15.07 ટકા હતો પરંતુ 2019 માં તે ઘટીને 13.46 ટકા અને 2023 માં 12.93 ટકા થયો. કોંગ્રેસના સભ્યોના આરોપોનો જવાબ આપતા, ગૃહના નેતા જેપી નડ્ડાએ ઉત્પાદન સહિત વિવિધ ક્ષેત્રોમાં સરકારે લીધેલા અનેક પગલાંની માહિતી આપી હતી.ભાજપના દિનેશ શર્માએ કહ્યું કે આ અંદાજપત્રમાં મહિલાઓ અને સમાજના અન્ય હાંસિયામાં ધકેલાઈગયેલા વર્ગોના સશક્તિકરણ માટે ખાસ જોગવાઈ ઓ છે.DMK ના તિરુચી શિવાએઆરોપ લગાવ્યો કે કેન્દ્ર રાજ્યોને મળનારી કેન્દ્ર પ્રાયોજિત યોજનાઓ માટે પોતાનો હિસ્સોમુક્ત કરી રહ્યું નથી. તેમણે એમ પણ કહ્યું કે રાજ્યને ભંડોળનું વિનિમય પણ તર્કસંગતનથી BJD ના દેબાસિહિષ સામંતરાયે કેન્દ્ર પાસે ઓડિશા રાજ્યને વિશેષ દરજ્જો આપવા, ખનિજો પર રોયલ્ટી વધારવા અને રાજ્યને રેલ્વે પ્રોજેક્ટ્સ આપવાની માંગ કરી.શિવસેનાના મિલિંદ મુરલી દેવરાએ અંદાજપત્ર ની પ્રશંસા કરી અનેકહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણાયક નેતૃત્વ હેઠળ દેશ પ્રગતિ કરશે.સપાના રામજી લાલ સુમન, એજીપીના બિરેન્દ્ર પ્રસાદ વૈશ્ય અને કોંગ્રેસના અખિલેશ પ્રસાદ સિંહે ચર્ચામાં ભાગ લીધો હતો. ચર્ચા ચાલુ છે.
Site Admin | ફેબ્રુવારી 10, 2025 7:17 પી એમ(PM)
રાજ્યસભામાં આજે સામાન્ય અંદાજપત્ર 2025-26 પર ચર્ચા શરૂ થઈ
