ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 4, 2025 7:07 પી એમ(PM)

printer

રાજ્યમાં 75 હજારથી વધુ વિદ્યાર્થીઓએ NEETની પરીક્ષા આપી

રાજ્યમાં 75 હજારથી વધુ વિદ્યાર્થીઓએ NEETની પરીક્ષા આપી. મેડિકલમાં પ્રવેશ માટેની રાષ્ટ્રીય પાત્રતા પ્રવેશ પરીક્ષા એટલે કે, નીટ-ની પરીક્ષા આજે રાજ્ય સહિત દેશભરમાં યોજાઇ. અંદાજે એક લાખ બેઠક પર પ્રવેશ માટે દેશભરમાંથી 24 લાખથી વધુ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી. સઘન સુરક્ષા વ્યવસ્થાઓ વચ્ચે સરકારી સંસ્થાઓમાં NEETની પરીક્ષાનું આયોજન કરાયું હતું. બપોરે 2 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી પરીક્ષા યોજાઇ હતી.
વલસાડ જિલ્લામાં 8 કેન્દ્રો પર NEETની પરીક્ષા યોજાઈ હતી. જેમાં 3 હજાર 150 વિદ્યાર્થીઓએ ભાગ લીધો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ