ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

મે 4, 2025 10:04 એ એમ (AM)

printer

રાજ્યમાં 75 હજારથી વધુ પરીક્ષાર્થીઓ આજે નીટની પરીક્ષા આપશે

મેડિકલમાં પ્રવેશ માટેની રાષ્ટ્રીય પાત્રતા પ્રવેશ પરીક્ષા એટલે કે, નીટ-ની પરીક્ષા આજે રાજ્ય સહિત દેશભરમાં યોજાશે. અંદાજે એક લાખ બેઠક પર પ્રવેશ માટે યોજાનારી આ પરીક્ષા રાજ્યના 75 હજારથી વધુ પરીક્ષાર્થીઓ આપશે. જ્યારે દેશભરમાંથી 24 લાખથી વધુ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.આજે બપોરે 2થી 5 વાગ્યે સુધી યોજાનારી નીટની પરીક્ષા માટે પરીક્ષાર્થીઓએ બપોરે દોઢ વાગ્યા સુધીમાં પરીક્ષા કેન્દ્રમાં પહોંચવું પડશે. પરિક્ષાર્થીઓને સ્વ-ઘોષણાપત્ર, ઓળખપત્ર તથા હોલ ટિકિટ અને પરીક્ષાના પ્રવેશપત્ર વગર કેન્દ્રમાં પ્રવેશ નહીં અપાય. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે નીટનું પ્રશ્નપત્ર માત્ર 720 ગુણનું હશે. તેમાં એક પ્રશ્ન ચાર ગુણનો રહેશે. જ્યારે દરેક ખોટા જવાબ માટે એક ગુણ કાપવામાં આવશે. નીટ અનુસ્નાતક પરીક્ષાનું પરિણામ આગામી 14 જૂને જાહેર કરાશે.