એપ્રિલ 22, 2025 9:25 એ એમ (AM)

printer

રાજ્યમાં 179 ખરીદ કેન્દ્ર પરથી ચણા અને 87 ખરીદ કેન્દ્ર પરથી રાયડાની ટેકાના ભાવે ખરીદી ગઇ કાલથી શરૂ કરવામાં આવી

રાજ્યમાં 179 ખરીદ કેન્દ્ર પરથી ચણા અને 87 ખરીદ કેન્દ્ર પરથી રાયડાની ટેકાના ભાવે ખરીદી ગઇ કાલથી શરૂ કરવામાં આવી છે.ગાંધીનગરથી આ ખરીદીનો વર્ચ્યૂઅલ પ્રારંભ કરાવતાં કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું, આ વખતે ખેડૂતો પાસેથી એક હજાર 903 કરોડ રૂપિયાની કિંમતના ત્રણ લાખ 36 હજાર મૅટ્રિક ટન ચણાની અને 767 કરોડ રૂપિયાની કિંમતના એક લાખ 29 હજાર મૅટ્રિક ટન રાયડાની ખરીદી કરાશે.તેમણે કહ્યું, ટેકાના ભાવે ચણાના વેચાણ માટે ત્રણ લાખ 36 હજારથી વધુ ખેડૂતો અને રાયડાના વેચાણ માટે એક લાખ 18 હજારથી વધુ ખેડૂતોએ ઑનલાઈન નોંધણી કરાવી છે.બનાસકાંઠા જિલ્લામાં પણ રાયડા ખરીદી સેન્ટર પર ખરીદી ચાલુ કરવામાં આવી છે. જિલ્લાના ખેડૂતો રવી સીઝનમાં મોટા પ્રમાણમાં રાયડાનું વાવેતર કરે છે. ખેડૂતોએ આ વર્ષે પણ સરકાર ચાર હજાર કિલો રાયડો ખરીદી તેવી માંગ કરી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.