રાજ્યમાં ગઇકાલે સાંજે 6 વાગ્યાથી આજે સવારે 4 વાગ્યા સુધીમાં 54 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ નવસારીના ખેરગામમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત વલસાડના ધરમપુરમાં 1.77 અને નવસારીના વાંસદામાં 1.38 ઇંચ વરસાદ વરસ્યો હતો.દરમ્યાન હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આજે છૂટોછવાયા વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક એ.કે દાસે જણાવ્યું કે, આજે તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યેલો એલર્ટ અપાયુ છે. અમદાવાદમાં પણ આજે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે.
Site Admin | જુલાઇ 10, 2025 8:49 એ એમ (AM)
રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યુ – છેલ્લા 24 કલાકમાં 54 તાલુકાઓમાં મધ્યમથી હળવો વરસાદ – દક્ષિણ ગુજરાતના કેટલાંક ભાગોમાં વરસાદની આગાહી
