ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 8, 2025 8:57 એ એમ (AM)

printer

રાજ્યમાં મેઘમહેરઃ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનમાં મોસમનો સરેરાશ 50 ટકા વરસાદ

રાજ્યમાં જૂન મહિનાથી શરૂ થયેલી અવિરત મેઘમહેરને કારણે જુલાઇનાં પ્રથમ સપ્તાહમાં જ રાજ્યનાં બે ઝોન દક્ષિણ ગુજરાત અને કચ્છમાં સીઝનનો સરેરાશ વરસાદ 50 ટકાને પાર થયો છે.સમગ્ર રાજ્યમાં પણ સરેરાશ વરસાદ 46 ટકા થયો છે. જળાશયો અને નદીનાળા છલકાઈ ગયા છે. 206 જળાશયોમાં પાણીનો સંગ્રહ વધીને 54 ટકા થયો છે.7 જુલાઇની સ્થિતિએ 33 ડેમ હાઇ એલર્ટ અને 19 ડેમ એલર્ટ પર છે, જ્યારે 23 ડેમ 100 ટકા ભરાઈ ગયા છે.નવસારી જિલ્લાની કાવેરી, પૂર્ણા સહિત ચાર નદી ઓવરફ્લોની સ્થિતિમાં છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ