રાજ્યમાં ભારે વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત રસ્તાઓના સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.. જે અંતર્ગત ક્ષતિગ્રસ્ત રસ્તાઓના માઈનોર પેચવર્કની ૫૧ ટકા,મેજર પેચવર્કની ૪૦ ટકા તેમજ પૂરવાની કામગીરી ૬૨ ટકા પૂર્ણ થઇ ગઇ છે. જ્યારે રાજ્યમાં કુલ ૧૮૩ રસ્તાઓને ડાયવર્ઝન અપાયું છે. રાજયના ૧૫૪ રસ્તાઓનું ક્વોલિટી કંટ્રોલ દ્વારા ઇન્સ્પેક્શન કરાયું છે.પંચમહાલના ગદુકપુર ગામ પાસેથી પસાર થતી મેસરી નદી પરના ઓવરબ્રિજનું સમારકામ તાત્કાલિક ધોરણે શરૂ કરાયું છે.જિલ્લા કલેક્ટર અજય દહિયાએ જણાવ્યું કે, વહીવટી તંત્ર પ્રજાજનોની સલામતીને પ્રાથમિકતા આપશે અને જરૂરી હોય ત્યાં તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે.રાજકોટના પડધરી તાલુકાનાં જુદા-જુદા ગામને જોડતા ૧૬ કિલોમીટર લાંબા રસ્તાનું સમારકામ કરી માર્ગને પૂર્વવત કરાયો હતો.અમદાવાદ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા ૧૮ જેટલા બ્રિજનું નિરીક્ષણ કરાયું કરાયું.ધોળકા તાલુકામાં ભોગાવો નદી પરના બ્રિજમાં ક્ષતિ જણાતાં જૂનો બ્રિજ અવરજવર માટે બંધ કરી, ટ્રાફિકને નવા બ્રિજ પર ડાયવર્ટ કરાયો છે.સુરતના ઓલપાડમાં ૨૫થી વધુ ગામોના માર્ગો પર તાત્કાલિક મરામતની કામગીરી કરાઇ. અમરેલી જિલ્લાના ૦૮ મેજર અને ૧૪૦ માઈનોર બ્રિજનું નિરીક્ષણ કરાયું હતું. સુરતમાં મેટ્રો ટ્રેન રૂટને સમાંતર આવેલા રોડ રસ્તાઓ પરના ૭ હજાર ૬૧૫ સ્ક્વેર મીટર વિસ્તારમાં પુરાણ અને સમારકામ કરીને ખાડાઓ દૂર કરાયા છે.દ્વારકાના સુદર્શન બ્રિજ પરના એક ભાગમાં નુકશાન થયુ હોવાના સોશિયલ મીડિયામાં ફરી રહેલા વિડીયોને તંત્રએ ભ્રામક ગણાવી પુલ સુરક્ષિત હોવાનું જણાવ્યું હતું.
Site Admin | જુલાઇ 14, 2025 9:51 એ એમ (AM)
રાજ્યમાં ભારે વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત રસ્તાઓના માઈનોર પેચવર્કની ૫૧ ટકા, મેજર પેચવર્કની ૪૦ ટકા સમારકામની કામગીરી પૂર્ણ
