ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 13, 2025 9:54 એ એમ (AM)

printer

રાજ્યમાં બિન-હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર PSIની ભરતી માટેની લેખિત પરીક્ષા આજે યોજાશે

રાજ્યમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર-PSIની 472 જગ્યા માટે આજે લેખિત પરીક્ષા યોજાશે. અમદાવાદ, વડોદરા અને સુરતની વિવિધ શાળાઓમાં આ પરીક્ષાનું આયોજન કરાયું છે. રાજ્યના એક લાખ 2 હજારથી વધુ ઉમેદવારો 340 પરીક્ષા કેન્દ્રો ખાતે PSIની પરીક્ષા આપશે. આ પરીક્ષામાં ૩-૩ કલાકના બે પેપર હશે.પરીક્ષા પારદર્શક રીતે કોઇપણ ગેરરિતી વિના યોજાય તે માટે 8 હજારથી વધુ પોલીસ તથા શિક્ષણ વિભાગના કર્મચારીઓ ખડેપગે રહેશે. તમામ પરીક્ષા કેન્દ્રો તથા વર્ગખંડમાં CCTV કેમેરાથી મોનીટરીંગ કરાશે. શારીરિક કસોટી દરમિયાન લેવાયેલા ઉમેદવારોના બાયોમેટ્રીક/ફોટોગ્રાફનું લેખિત પરીક્ષાના બન્ને પેપર પહેલા વેરીફીકેશન કરવામાં આવશે. પરીક્ષાને લઈને તમામ તૈયારીઓ ભરતી બોર્ડ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ