ગુજરાતમાં ટી.બી. ક્ષય રોગના નવા દર્દીઓની સંખ્યામાં 34 ટકા અને મૃત્યુદરમાં 37 ટકા ઘટાડો થયો છે. કેન્દ્ર સરકારના ‘સ્ટેટ્સ વિથ મોસ્ટ ઇમ્પ્રુવમેન્ટ’ શ્રેણીમાંગુજ્રરાત પ્રથમ સ્થાને છે.રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજભવન ખાતે યોજાયેલી બેઠકમાં રાજ્યમાં ટી.બી. મુક્ત ભારત અભિયાન અંતર્ગત થઈ રહેલી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાતને સંપૂર્ણ ટી.બી. મુક્ત બનાવવા અધિકારીઓને આંદોલન સ્વરૂપે કાર્ય કરવા અનુરોધ કર્યો હતો. તેમણે અધિકારીઓને ક્ષય નિયંત્રણના કામમાં જરા પણ ઢીલાશ ન મુકવાનું સૂચવીને લક્ષ્ય પ્રાપ્તિ માટે ગંભીરતાથી કાર્ય કરવા તથા ટી.બી. અંગે લોકોમાં વધુમાં વધુ જાગૃતતા ફેલાવવા અપીલ કરી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને ક્ષય નિર્મૂલન માટે આયોજનબધ્ધ કામ કરવાનું જણાવ્યું હતું. તેમણે ટી.બી.ના તમામ દર્દીઓ સુધી પોષણ કીટ પહોંચે તેવી વ્યવસ્થા ઉભી કરવા પણ સૂચવ્યું હતું.ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 2015ની તુલનામાં વર્ષ 2023માં ટી.બી.ના નવા દર્દીઓની સંખ્યામાં 34 ટકા અને મૃત્યુમાં 37 ટકા ઘટાડો આવ્યો છે, જેના માટે ભારત સરકાર દ્વારા ગુજરાતને ‘સ્ટેટ્સ વિથ મોસ્ટ ઇમ્પ્રુવમેન્ટ’ શ્રેણીમાં પ્રથમ સ્થાન આપ્યું છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ટી.બી.ના 65 હજાર 471 દર્દીઓ નોંધાયા છે.
Site Admin | જુલાઇ 12, 2025 8:59 એ એમ (AM)
રાજ્યમાં ટી.બી.ના નવા દર્દીઓની સંખ્યામાં 34 અને મૃત્યુદરમાં 37 ટકા ઘટાડો – કેન્દ્ર સરકારના ‘સ્ટેટ્સ વિથ મોસ્ટ ઇમ્પ્રુવમેન્ટ શ્રેણીમાં ગુજરાત પ્રથમ સ્થાને
