રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 116 તાલુકામાં વરસાદ વરસ્યો છે. પાટણના સરસ્વતી તાલુકામાં પોણા ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે વલસાડ જિલ્લાના કપરાડા અને સુરતના ઉમરપાડામાં અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં બે ઇંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રાજ્યના 21 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો 49 ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.જળાશયોની સ્થિતિ અંગે વાત કરવામાં આવે તો રાજ્યના 41 જળાશય હાઇએલર્ટ પર છે જ્યારે 22 જળાશય એલર્ટ પર છે. ભારે વરસાદને કારણે રાજ્યમાં 43 જેટલા માર્ગ બંધ કરાયા છે. અત્યાર સુધી 689 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવું છે.
Site Admin | જુલાઇ 15, 2025 8:57 એ એમ (AM)
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 116 તાલુકામાં વરસાદ-આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદની સંભાવના
