રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ચાલી રહેલા માર્ગ અને પુલના સમારકામનું જિલ્લા વહીવટી તંત્રના વડાઓએ નિરીક્ષણ કર્યું. વરસાદને કારણે નુકસાનગ્રસ્ત થયેલા રસ્તાઓ ઝડપથી પૂર્વવત થાય એ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માર્ગ અને મકાન વિભાગને સત્વરે કામો પૂર્ણ કરવા કડક સૂચના આપી છે.જે અંતર્ગત મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ચાલી રહેલા માર્ગ સમારકામ અભિયાનની સંબંધિત જિલ્લાઓના કલેક્ટર દ્વારા મુલાકાત લઇ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને કામ ત્વરિત પૂર્ણ સૂચના આપી હતી.વડોદરા કલેક્ટર ડો. અનિલ ધામેલિયા અને ડીડીઓ મમતા હિરપરાએ ડભોઇ તાલુકામાં ચાલી રહેલા કામોનું નિરીક્ષણ કર્યું હતું. છોટાઉદેપુર જિલ્લામાં ભારજ નદી પરનો સુખી ડેમ પુલ, મેરીયા નદી પરનો જબુગામ-ચાચક પુલ અને ઓરસંગ નદી પરના બોડેલી-મોડાસર પુલની જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને મુલાકાત લઈને પરિસ્થિતિનું નિરિક્ષણ કર્યું હતું. જિલ્લા કલેક્ટર અજય દહિયાએ સબંધિત અધિકારીઓ સાથે હાલોલ, ગોધરા, શામળાજી હાઇવે પર ગોધરા બાયપાસ ગદુકપુર ચોકડી નજીક ક્ષતિગ્રસ્ત થયેલ રોડની મુલાકાત લઈ સમારકામની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.આણંદ જિલ્લા કલેકટર દ્વારા શહેરના વિવિધ ઓવરબ્રિજની સ્થળ મુલાકાત કરી ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. નડિયાદમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા પણ નગરમાં ચાલી રહેલા કામોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીએ કામરેજ તાલુકાના ખોલવડ અને આંબોલીને જોડતા તાપી નદી પરના બ્રિજના સમારકામની કામગીરીનું નિરીક્ષણ કરી વાહનવ્યવહાર સરળ બને અને વાહનચાલકોને મુશ્કેલી ન પડે એ બાબતે જરૂરી સૂચના આપી હતી.આ સાથે તાપી, આણંદ, સુરત, ભરૂચ, નવસારી, રાજકોટ, જામનગર, ગાંધીધામ, મોરબી, દ્વારકા, જુનાગઢ, બોટાદ, અમરેલી, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, બનાસકાંઠા સહિત તમામ જિલ્લાઓમાં જિલ્લા કલેકટર અને અધિકારીઓ દ્વારા વિવિધ માર્ગો તથા બ્રિજની મુલાકાત કરી પુલની સ્થિરતા, મજબૂતાઈ અને સુરક્ષા ધોરણોની ચકાસણી કરવામાં આવી રોડ -રસ્તા મરામતની સમીક્ષા કરી જરૂરી સૂચન કર્યા હતા
Site Admin | જુલાઇ 15, 2025 8:53 એ એમ (AM)
રાજ્યમાં ચાલી રહેલા માર્ગ અને પુલના સમારકામનું જિલ્લા વહીવટી તંત્રના વડાઓએ નિરીક્ષણ કર્યું
