ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 3, 2025 7:46 પી એમ(PM)

printer

રાજ્યમાં ગેરકાયદેસર રહેતા વિદેશી ઘુસણખોરોને શોધવાની કાર્યવાહી પૂરજોશમાં શરૂ

રાજ્યમાં ગેરકાયદેસર રહેતા વિદેશી ઘુસણખોરોને શોધવાની કાર્યવાહીનાં ભાગ રૂપે અમદાવાદમાંથી અત્યાર સુધી 212 બાંગ્લાદેશી પકડવામા આવ્યા છે.
ચંડોળા તળાવની આસપાસ ગેરકાયદેસર બાંધકામો તોડવા માટે ત્રણ દિવસની ઝૂંબેશ બાદ સ્થિતિનો તાગ મેળવવા પોલિસ કમિશનર અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે આજે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.
બાંગલાદેશીઓની અટકાયત બાદ ગુપ્તચર બ્યુરો આ કેસમાં તપાસ કરીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને અહેવાલ સોંપશે, ત્યારબાદ તેમનાં પ્રત્યાર્પણની કાર્યવાહી કરવામાં આવશે. પોલિસ કમિશનરે જણાવ્યું કે ડિમોલિશનનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે અને બીજા તબક્કાનાં ડિમોલેશન માટે ચર્ચા ચાલી રહી છે.
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ભરત પરમારે જણાવ્યું કે ચંડોળા તળાવાની આસપાસમાં અત્યાર સુધી 4 હજાર મકાન દૂર કરવામાં આવ્યા છે અને દોઢ લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઇ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ