રાજ્યમાં ગત બે વર્ષમાં મધ્યાહન ભોજન યોજના માટે બે હજાર 219 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો છે. ગુજરાત વિધાનસભામાં આ અંગે વિગત આપતા શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે કહ્યું, “એક ફેબ્રુઆરી 2023થી 31 જાન્યુઆરી 2024 સુધીમાં ઘઉં, ચોખા ઉપરાંત બાળવાટિકાથી ધોરણ પાંચના બાળક માટે પ્રતિ માસ 156.78 અને ધોરણ છ-થી આઠના બાળકો માટે પ્રતિમાસ 220.22 રૂપિયાનો ખર્ચ કરાયો છે.
શ્રી ડિંડોરે કહ્યું, મધ્યાહન ભોજન માટેની સામગ્રી ખર્ચમાં કેન્દ્ર અને રાજ્ય સરકારનો હિસ્સો અનુક્રમે 60 અને 40 ટકાનો હોય છે. આ ખર્ચમાં શિક્ષણ વિભાગ દ્વારા 13 ફેબ્રુઆરી 2025ના ઠરાવથી સામગ્રી ખર્ચમાં વધારો જાહેર કરાયો છે. તે મુજબ, નવા દર અનુસાર બાળવાટિકાથી ધોરણ પાંચ સુધીના પ્રતિવિદ્યાર્થી 6.19 રૂપિયા અને ધોરણ છ-થી આઠના પ્રતિ વિદ્યાર્થી 9.29 દૈનિક સામગ્રી ખર્ચ રહેશે. મધ્યાહન ભોજનમાં લીલા શાકભાજીનો ઉપયોગ શરૂ કરાયો, કપાસિયા તેલના સ્થાને સિંગતેલનો ઉપયોગ કરવાનું પણ આયોજન હોવાનું શ્રી ડિંડોરે ઉમેર્યું હતું.
Site Admin | માર્ચ 12, 2025 6:26 પી એમ(PM) | ભોજન યોજના
રાજ્યમાં ગત બે વર્ષમાં મધ્યાહન ભોજન યોજના માટે બે હજાર 219 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો
