ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 14, 2025 6:55 પી એમ(PM)

printer

રાજ્યમાં ક્ષતિગ્રસ્ત રસ્તાઓમાં કુલ 47 ટકા પેચવર્કની તથા 63 ટકા ખાડા પૂરવાની કામગીરી પૂર્ણ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ક્ષતિગ્રસ્ત રસ્તાઓના સમારકામની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા આદેશ આપ્યો છે. તે અંતર્ગત અત્યાર સુધી 47 ટકા પૅચવર્કની કામગીરી એટલે કે કુલ એક હજાર 401 કિલોમીટર જેટલી લંબાઈના મૅજર અને માઈનૉર રસ્તાઓમાં પેચવર્કનું કામ પૂર્ણ થયું છે. જ્યારે રસ્તાઓમાં પડેલા માઈનર પોટહૉલ્સ-ખાડા પૂરવાની 63 ટકાથી વધુ એટલે કે, નવ હજાર 92 પોટહૉલ્સ પૂરવામાં આવ્યા છે. જ્યારે જાહેર સલામતીને ધ્યાને લઈ મૅજર અને માઈનૉર કૅટેગરીના કુલ 97 બ્રિજ વાહનવ્યવહાર માટે બંધ કરાયા. આગામી દિવસોમાં પણ મુશ્કેલી ન થાય તે માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તકેદારીના પગલાંઓ લઈને સત્વરે રસ્તાઓ મરામત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ