ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

મે 9, 2025 7:07 પી એમ(PM)

printer

રાજ્યમાં કમોસમી વરસાદનું જોર ઘટ્યું- આજે 37 તાલુકામાં વરસાદ નોંધાયો

રાજ્યમાં આવતીકાલથી કમોસમી વરસાદનું જોર ઘટશે. જ્યારે આગામી 24 કલાક કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું હોવાનું હવામાન વિભાગના નિયામક ડૉ.એ.કે. દાસે જણાવ્યું હતું.

રાજ્યમાં મહતમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ રાજકોટ ખાતે નોંધાયું હતું. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.