ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 4, 2025 7:00 પી એમ(PM)

printer

રાજ્યમાં ઉત્તર-મધ્ય ગુજરાતના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો- હજુ 7 દિવસ માવઠાની આગાહી

રાજ્યમાં આજે ઉત્તર-મધ્ય ગુજરાતના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની આગાહીને પગલે મહેસાણા, બનાસકાંઠા, મહીસાગર, અરવલ્લી જિલ્લામાં માવઠું થયું હતું જ્યારે ધાનેરા વિસ્તારમાં કરા પડ્યા હતા. આજે કમોસમી વરસાદ પડતા ભિલોડા યાર્ડમાં ખુલ્લામાં રાખેલો પાક પલડી જતાં નુકસાન થયું હતું.

રાજ્યમાં હજુ પણ આગામી 7 દિવસ સુધી છૂટો છવાયો વરસાદ પડવાની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 5 દિવસમાં રાજ્યમાં મહતમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો ઘટાડો થશે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર અને વલ્લભ વિદ્યાનગરમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
આવતીકાલે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, દીવ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારીમાં વરસાદની આગાહી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ