રાજ્યમાં આજે સવારથી વરસાદનું જોર ઘટ્યું છે. સવારે છ વાગ્યાથી બપોરનાં 12 વાગ્યા સુધીમાં 66 તાલુકામાં હળવો વરસાદ પડ્યો છે, જેમાં સૌથી વધુ દોઢ ઇંચ વરસાદ દ્વારકા તાલુકામાં નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ 32 ટકા વરસાદ પડ્યો છે.
હવામાન વિભાગે આજે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભરૂચ, નર્મદા, સુરત ડાંગ,વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી ઉપરાંત આણંદ, વડોદરા, છોટા ઉદેપુર જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે.
Site Admin | જૂન 30, 2025 3:30 પી એમ(PM)
રાજ્યમાં આજે સવારથી વરસાદનું જોર ઘટ્યું
