ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 21, 2024 3:16 પી એમ(PM)

printer

રાજ્યમાં આજથી સરકારી કચેરીઓમાં હેલ્મેટ ફરજિયાત બનાવાયું છે

રાજ્યમાં આજથી સરકારી કચેરીઓમાં હેલ્મેટ ફરજિયાત બનાવાયું છે. ગુજરાત વડી અદાલતના આદેશ બાદ રાજ્ય સરકારના સામાન્ય વહિવટ વિભાગે પરિપત્ર કરીને ફરજ પર આવતા કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત પહેરવા આદેશ કર્યો છે. આ ઉપરાંત પાછળ બેસનારે પણ હેલ્મેટ ફરજીયાત પહેરવું પડશે.
ગાંધીનગરમાં સચિવાલયના તમામ વિભાગો, રાજ્યની તમામ સરકારી-અર્ધસરકારી કચેરીઓ, બોર્ડ, નિગમો, પૂર્ણ કે આંશિક સરકારી અનુદાન લેતી સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં હેલ્મેટ ફરજિયાત કરાયું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ