ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 17, 2025 6:57 પી એમ(PM)

printer

રાજ્યમાં આગામી 21 એપ્રિલથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે

કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં આગામી 21 એપ્રિલથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે. તેમણે કહ્યું કે, એક હજાર 903 કરોડ રૂપિયાના કુલ 3 લાખ 36 હજાર મેટ્રિક ટન ચણાના જથ્થાની અને 767 કરોડ રૂપિયાના એક લાખ 29 હજાર મેટ્રિક ટન રાયડાની ટેકાના ભાવે ખરીદી કરાશે.
શ્રી પટેલે જણાવ્યું કે, કેન્દ્ર સરકારે વર્ષ 2024-25ની રવિ મોસમ દરમિયાન ચણા માટે 5 હજાર 650 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ તથા રાયડા પાક માટે 5 હજાર 950 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કર્યો હતો. ટેકાના ભાવે ચણાના વેચાણ માટે રાજ્યના 3 લાખ 36 હજારથી વધુ ખેડૂતોએ તેમજ રાયડાના વેચાણ માટે એક લાખ 18 હજારથી વધુ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે. ચણા માટે નક્કી કરાયેલા 179 ખરીદ કેન્દ્રો અને રાયડા માટે નક્કી કરાયેલા 87 ખરીદ કેન્દ્રો ખાતેથી ટેકાના ભાવે ખરીદી કરાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ