આગામી 7 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અનેક જિલ્લાઓમાં રેડ, ઓરેન્જ અને યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. હાલ રાજ્યમાં બે વરસાદી સિસ્ટમ કાર્યરત છે. જેને પગલે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસવાની શક્યતા છે.
વરસાદી સિસ્ટમને કારણે દરિયામાં પણ ભારે પવન અને મોજા ઉછળવાની સંભાવના છે. જેથી બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હોવાનું હવામાન વિભાગના નિયામક ડો. એ કે દાસે જણાવ્યુ હતું.
Site Admin | ઓગસ્ટ 29, 2025 7:08 પી એમ(PM)
રાજ્યમાં આગામી સાત દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
