રાજ્યમાં આગામી બે દિવસ મહતમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીસેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે. રાજ્યમાં ક્યાંય પણ હિટવેવની આગાહી નથી. હવામાનવિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું છે કે,આવતીકાલે સૌરાષ્ટ, કચ્છ, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં 20 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનસાથે ધૂળની ડમરીઓ ઉડવાની શકયતા છે.
દરમિયાન, રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કંડલાએરપોર્ટ ખાતે મહતમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસનોંધાયું હતું, જ્યારે રાજકોટ, અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
Site Admin | એપ્રિલ 19, 2025 7:02 પી એમ(PM)
રાજ્યમાં આગામી બે દિવસ દરમિયાન મહતમતાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડોથવાની આગાહી
