રાજ્યભરમાં હોળી-ધુળેટીના પર્વને ધ્યાનમાં રાખી ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
દેવભૂમિદ્વારકામાં હોળી અને ફૂલડોલ ઉત્સવમાં સહભાગી થવાં મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે. દરમિયાન ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા પણ ભક્તોની લાંબી કતાર જોવા મળી રહી છે. જોકે, આજે હોળીના પાવન પર્વ પર હજારો શ્રદ્ધાળુઓએ પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કર્યું હતું.
પંચમહાલના કાલોલ તાલુકાના બાકરોલની ગૌશાળાએ અનોખી પહેલ કરી છે. આ ગૌશાળા દ્વારા લોકોને ઘર સુધી ગાયના છાણામાંથી બનાવાયેલી સળી એટલે કે, ગૌકાષ્ટ મોકલવામાં આવી રહી છે. ગોધરામાં આજે 30થી વધુ સ્થળ પર ગૌકાષ્ટથી વૈદિક હોળી પ્રગટાવાશે.
કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ઘોઘલામાં આવેલી વાત્સલ્ય શાળા ખાતે આજે મનોદિવ્યાંગ બાળકોએ ફૂલો વડે હોળીની ઉજવણી કરી હતી.
બીજી તરફ ગાંધીનગરનાં મેયર મીરાં પટેલે શહેરીજનોને હોળી-ધુળેટીના પર્વની શુભેચ્છાઓ પાઠવી. સાથે જ તેમણે અજાણ્યા જળાશયોમાં ન્હાવા માટે ન જવા અને જાહેર રસ્તાઓ પર હોળી ન પ્રગટાવવા લોકોને અપીલ કરી છે.
Site Admin | માર્ચ 13, 2025 2:28 પી એમ(PM)
રાજ્યભરમાં હોળી-ધુળેટીના પર્વને ધ્યાનમાં રાખી ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે
