રાજ્યભરમાં રક્તપિત્ત અંગે લોકોના જાગૃત કરવા આવતીકાલથી વિશેષ અભિયાનનો પ્રારંભ થશે. 13 ફેબ્રુઆરી સુધી ચાલનારા ‘સ્પર્શ રક્તપિત્ત જાગતિ અભિયાન’ દરમિયાન નાગરિકોમાં રક્તપિત્ત અંગે જાગૃતિ લાવવા માટે કામગીરી કરાશે. ડિસેમ્બર 2024 સુધીમાં 12 હાઈ એન્ડેમિક જિલ્લાઓ પૈકી દાહોદ, મહીસાગર, નવસારી, પંચમહાલ, સુરત અને વડોદરામાં રક્તપિત્તનું પ્રમાણદર એક ટકાથી ઓછું લાવવામાં સફળતા મળી હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રકતપિત્તના વણશોધાયેલા દર્દીઓ શોધવા અને સતત સરવે, સ્પર્શ રક્તપિત્ત જાગૃતિ અભિયાન, આંતરિયાળ વિસ્તારમાં તપાસ અભિયાન, દર મહિને ત્રીજા શુક્રવારે સરવે જેવી વિશેષ ઝૂંબેશ હાથ ધરીને સઘન કામગીરી કરાય છે.
Site Admin | જાન્યુઆરી 29, 2025 7:02 પી એમ(PM) | રક્તપિત્ત
રાજ્યભરમાં રક્તપિત્ત અંગે લોકોના જાગૃત કરવા આવતીકાલથી વિશેષ અભિયાનનો પ્રારંભ થશે.
