ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 21, 2025 3:46 પી એમ(PM)

printer

રાજ્યભરમાં પણ આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.

રાજ્યભરમાં પણ આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અમદાવાદના પ્રહલાદનગર ખાતે યોગ કાર્યક્રમમાં સહભાગી બન્યા. જ્યારે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલે વડોદરા ખાતે યોગ શિબિરમાં ભાગ લીધો.
ગાંધીનગર રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં રાજભવન પરિવારના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર સમૂહ યોગાભ્યાસ કર્યો હતો. ભાવનગર ખાતે કેન્દ્રીય રાજયમંત્રી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને યોગ દિવસ’ની ઉજવણી કરાઈ. તો જામનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ યોગાભ્યાસ કર્યો. તેમણે આ મુજબ પ્રતિક્રિયા આપી.
તાપી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ વ્યારા ખાતે આદિજાતિ બાબતોના મંત્રી કુંવરજી હળપતિની ઉપસ્થિતિમાં યોજાયો. સાબરકાંઠાના હિંમતનગર ખાતે અન્ન નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારની અધ્યક્ષતામાં યોગ દિવસ ઉજવાયો. જ્યારે પાટણમાં વિશ્વ વિરાસત સ્થળ રાણકી વાવ ખાતે શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને અધિકારીઓ પદાધિકારીઓ, યોગ પ્રાણાયામમાં સહભાગી બન્યા. સુરેન્દ્રનગરના જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી.
અમરેલી સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લાકક્ષાની ઉજવણી સંપન્ન થઈ હતી. પોરબંદર ચોપાટી ખાતે જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણીમાં ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા જોડાયા હતા. તો, વલસાડમાં તિથલ સ્વામિનારાયણ મંદિરે જિલ્લા કક્ષાના યોગ દિનની ઉજવણી થઈ. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં “યોગ ફોર વન અર્થ, વન હેલ્થ” હેઠળ યોગનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.. પંચમહાલ જિલ્લાના ગોધરા સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઈ. જ્યારે રાજકોટના વિમલ નગર સ્થિત મલ્ટી પર્પસ ઈન્ડોર હોલ ખાતે અને ડાંગ જિલ્લાના આહવાના પોલીસ તાલીમ ભવન ખાતે જિલ્લા કક્ષા નો કાર્યક્રમ યોજાયો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ