શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેર ડિંડોરે કહ્યું, શિક્ષક એ કોઈ પદ કે પ્રતિષ્ઠા નહીં, પણ જવાબદારી છે. ગાંધીનગર જિલ્લાના કુલ 90 શિક્ષણ સહાયકોને નિમણૂકપત્ર એનાયત કરતાં આજે શ્રી ડિંડોરે આ વાત કહી. તેમણે નવનિયુક્ત શિક્ષણ સહાયકોને અભિનંદન પણ પાઠવ્યા. શિક્ષણ વિભાગ થકી ઑનલાઈન અને પારદર્શક ભરતી દ્વારા દરેક ઉમેદવારોને સમાન ન્યાય મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું પણ શ્રી ડિંડોરે ઉમેર્યું.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા બિન-સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી પ્રક્રિયા 2025 હેઠળ ગાંધીનગર જિલ્લા સહિત રાજ્યભરમાં કુલ ત્રણ હજાર 243 ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયકોને આજે નિમણૂકપત્ર વિતરણ કરાયા.
Site Admin | જુલાઇ 8, 2025 7:23 પી એમ(PM)
રાજ્યભરમાં ત્રણ હજાર 243 ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયકોને આજે નિમણૂકપત્ર અપાયા
