દેશભરમાં આજથી શરૂ થયેલા હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આજે ગાંધીનગરના કમલમ ખાતે બેઠક યોજાઈ. બેઠકમા રાજ્યના 580 મંડળ અને 51 હજાર બુથ સુધી યોજાનારી ત્રિરંગા યાત્રા અંગેની કાર્યશાળા પણ યોજાઇ. ભાજપના સાંસદ વી ડી શર્માએ આ બેઠક અંગે વધુ માહિતી આપી..
‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા’ અંતર્ગત ગાંધીનગરના સેક્ટર 15 કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ ઘરે ઘરે ત્રિરંગો લહેરાવા લોકોને અનુરોધ કર્યો.
દીવ જિલ્લાની લક્ષ્મીબાઈ, મહારાણા પ્રતાપ અને વણાકબારા ગ્રામ પંચાયત દ્વારા હર ઘર તિરંગા હેઠળ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ, અને જળ જીવન મિશન અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાયા.
કચ્છની શાળાઓમાં પણ આ અભિયાનના ભાગરૂપે રંગોળી, પ્રશ્નોત્તરી અને પત્ર-લેખન સ્પર્ધા દ્વારા બાળકોમાં રાષ્ટ્રભક્તિ અને સ્વચ્છતા જાળવવાની ભાવના ઉજાગર કરવામાં આવી.
ગીર સોમનાથ જિલ્લામાં “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત સૂત્રાપાડા સહિતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ભીંત ચિત્ર કરાયા. તો સાબરકાંઠાની શાળાઓમાં રંગોળી અને ચિત્ર સ્પર્ધા યોજાઇ.
પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં આ અભિયાન હેઠળ પ્રશ્નોતરી સ્પર્ધા સહિત વિવિધ કાર્યક્રમ યોજાયા
Site Admin | ઓગસ્ટ 8, 2025 7:55 પી એમ(PM)
રાજ્યભરમાં આજથી હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ
