એપ્રિલ 29, 2025 9:59 એ એમ (AM)

printer

રાજ્યભરમાં આજથી ગરમીનો પારો બેથી ત્રણ ડીગ્રી ઉંચે જવાની હવામાન વિભાગની આગાહી – સૌરાષ્ટ્ર કચ્છમાં યલો એલર્ટ જાહેર

રાજ્યમાં આજથી મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થવાની સાથે બે દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં યલો એલર્ટની હવામાન વિભાગે આગાહી કરી છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટમાં યલો એલર્ટ સાથે ગરમીનું મોજું ફરી વળવાની આગાહી કરવામાં આવી છે.પહેલી મે દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા છે.આજે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે ગઈકાલે સૌથી વધુ તાપમાન રાજકોટમાં 46.6 ડિગ્રી નોંધાયું હતું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.