રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં બનાસકાંઠાના સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ૨૦મો વાર્ષિક પદવીદાન સમારંભ યોજાયો હતો. જેમાં અલગ અલગ ક્ષેત્રમાં અભ્યાસ કરતાં ૧૧૧ વિદ્યાર્થીઓને અનુસ્નાતક તથા ૫૪ વિદ્યાર્થીઓને પી.એચ.ડી સહિત 463 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી.
કૃષિ મંત્રી રાઘવજી પટેલ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલા જ્ઞાન અને કૌશલ્યનો ઉપયોગ કરી કૃષિ અને કૃષિકારના સર્વાંગી વિકાસમાં સહભાગી થઈ સમાજ, રાજ્ય અને દેશ પ્રત્યેનું ઋણ તેમજ જવાબદારીઓ નિભાવવી જોઈએ. તો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિદ્યાર્થીઓને શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.
Site Admin | માર્ચ 6, 2025 7:23 પી એમ(PM)
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં બનાસકાંઠાના સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ૨૦મો વાર્ષિક પદવીદાન સમારંભ યોજાયો હતો.
