તામિલનાડુ પડતર બિલ કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુપ્રીમ કોર્ટને એક સંદર્ભ મોકલીને બંધારણીય રીતે નિર્ધારિત સમય મર્યાદાના અભાવે રાજ્યપાલોને બિલો પર કાર્યવાહી કરવા માટે સમયમર્યાદા લાદી શકાય કે તેના પર વિચારણા કરવા જણાવ્યુ છે. બંધારણની કલમ 143(1)માં રાષ્ટ્રપતિને કાનૂની અને જાહેર હિતના મુદ્દાઓ અંગે સુપ્રીમ કોર્ટનો અભિપ્રાય માંગવાની જોગવાઈ છે
રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટને તેના અભિપ્રાય માટે 14 મુદ્દાસર સવાલો મોકલ્યા છે, અને ભાર મૂક્યો છે કે રાજ્યપાલો અને રાષ્ટ્રપતિ દ્વારા બિલોને મંજૂરી આપવાની પ્રક્રિયાને સંચાલિત કરતી બંધારણની કલમ 200 અને 201 કોઈ સમયમર્યાદા અથવા ચોક્કસ પ્રક્રિયાગત આવશ્યકતાઓ નિર્ધારિત કરતી નથી.
રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટને બંધારણની કલમ 200 હેઠળ રાજ્યપાલ સમક્ષ બિલ રજૂ કરવામાં આવે ત્યારે તેમને ઉપલબ્ધ બંધારણીય વિકલ્પો પર પોતાનો અભિપ્રાય જણાવવા કહ્યું. વધુમાં, તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે શું રાજ્યપાલ દ્વારા બિલો પર બંધારણીય વિવેકબુદ્ધિનો ઉપયોગ ન્યાયી છે, જ્યારે બંધારણની કલમ 361 રાજ્યપાલની કાર્યવાહીના સંબંધમાં ન્યાયિક સમીક્ષા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકે છે.
Site Admin | મે 15, 2025 2:17 પી એમ(PM)
રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ પાસે રાજ્યોના પડતર બિલ અંગેના નિર્દેશ મામલે રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટ પાસે 14 મુદ્દાઓ ઉપર સ્પષ્ટીકરણ માંગ્યુ.
