રાજ્યનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર અમદાવાદના બાપુનગરમાં આજથી શરૂ થયું છે. જેનાથી પાસપોર્ટ સંબંધિત કામકાજ વધુ સરળ બનશે. આજે પહેલા જ દિવસે 600 થી વધુ લોકોને પાસપોર્ટ માટે એપોઈન્ટમેન્ટ આપવામાં આવી હતી.
આ કેન્દ્ર પર અરજદારોના વેરિફિકેશન અને અરજી સબમિટ કરવાની કામગીરી માટે 36 જેટલા કાઉન્ટર બનાવવામાં આવ્યા છે, જેને ત્રણ અલગ-અલગ વિભાગમાં વહેંચવામાં આવ્યા છે.
નાગરિકોને સુવિધા આપવા માટે પાસપોર્ટ કેન્દ્રમાં તમામ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
અગાઉ મીઠાખળી વિસ્તારમાં આવેલું પાસપોર્ટ સેવા કેન્દ્ર નાગરિકોને પડતી અગવડતાઓ, ખાસ કરીને પાર્કિંગ અને અન્ય મુશ્કેલીઓને કારણે પૂર્વ વિસ્તારમાં ખસેડવામાં આવ્યું છે. આ નિર્ણયથી અરજદારોને વધુ સારી સુવિધાઓ મળી રહી છે.
Site Admin | જુલાઇ 7, 2025 7:49 પી એમ(PM)
રાજ્યનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર અમદાવાદના બાપુનગરમાં આજથી શરૂ થયું
