ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 3, 2025 7:22 પી એમ(PM)

printer

રાજ્યની 30 હજારથી વધુ હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓ માટે ટ્રાન્સફર ફી નક્કી કરાઇ છે

રાજ્યની 30 હજારથી વધુ હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓ માટે ટ્રાન્સફર ફી નક્કી કરાઇ છે. સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે સહકારી કાયદામાં થયેલ સુધારા અંતર્ગત હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓમાં કોઈપણ ઘરની ખરીદ-વેચાણ સમયે કુલ અવેજ રકમના 0.5 ટકા અથવા વધુમાં
વધુ એક લાખ રૂપિયા કરતાં વધુ ટ્રાન્સફર ફી વસૂલ કરી શકાશે નહી.શ્રી વિશ્વકર્માએ ઉમેર્યું ટ્રાન્સફર ફી બાબતે સહકારી કાયદા અને નિયમોમાં જોગવાઈ ન હોવાના કારણે, સોસાયટીઓ દ્વારા મનમાની કરીને વ્યક્તિઓ પાસેથી મોટી ટ્રાન્સફર ફી વસૂલ કરાતી હોવાની ફરિયાદો રાજ્ય સરકારને મળી હતી.