રાજ્યની સહકારી મંડળીઓનાં સભાસદની ભેટ મર્યાદામાં 66થી 150 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. પ્રાથમિક સહકારી મંડળીઓ અગાઉ દર વર્ષે 750 રૂપિયાની મર્યાદામાં ભેટ આપી શકતી હતી, જે હવે વધારીને 1 હજાર 250 રૂપિયા કરવામાં આવી છે.
તાલુકા કક્ષાની મંડળીઓ એક હજારને બદલે અઢી હજાર, જિલ્લા કક્ષાની મંડળીઓ ત્રણ હજારને બદલે પાંચ હજાર રૂપિયા અને રાજ્યકક્ષાની મંડળીઓ 6 હજારને બદલે 10 હજાર રૂપિયાની મર્યાદામાં સભાસદોને ભેટ આપી શકશે.
સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે, રાજ્ય સરકારે મંડળીઓને આપવામાં આવતી ભેટની ખરીદી ઇ-ટેન્ડરિંગ પધ્ધતિથી કરવાની રહેશે.
રાજ્યમાં 89 હજારથી વધુ સહકારી મંડળીઓ આવેલી છે, જેમાં જિલ્લા દૂધ સંઘોથી લઈને જિલ્લા બેંકો જેવી મોટી મોટી સંસ્થાઓનો પણ સમાવેશ થાય છે. સભાસદો માટેની ભેટની મર્યાદામાં વધારો કરવા ઉપરાંત, સહકારી મંડળીઓમાં થતી મોંઘા વાહનોની ખરીદી પર રોક લગાવવામાં આવી છે.
Site Admin | એપ્રિલ 25, 2025 9:28 એ એમ (AM) | આકાશાવાણી | ગુજરાત | સહકારી મંડળી
રાજ્યની સહકારી મંડળીઓનાં સભાસદની ભેટ મર્યાદામાં 66થી 150 ટકા સુધીનો વધારો
