રાજ્યની પ્રાથમિક શાળાઓમાં દર શનિવારે બેગલેસ ડે અમલી થશે. શિક્ષણ વિભાગનાં નિર્ણયને પગલે હવેથી શનિવારે વિદ્યાર્થીઓને શાળામાં બેગ લઈ જવામાંથી મુક્તિ મળશે. આ ઉપરાંત, દર શનિવારે બેગલેસ ડે અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ શાળામાં કરાવવામાં આવશે. એકમ કસોટી સંદર્ભે કમિટીના નિર્ણય સુધી બેગલેસ ડે અમલી બનશે.
જૂલાઈ માસથી જ શનિવારે બેગલેસ ડે અમલી બનશે. શિક્ષણ વિભાગ દ્વારા આનંદદાયી શનિવાર પર અમલ કરવા સૂચના આપવામાં આવી છે. વિવિધ પ્રવૃત્તિઓની વિગતો સાથે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત, શાળામાં શારિરીક કસરતો, યોગ, બાળસભાનું આયોજન કરવા સૂચના આપવામાં આવી છે.
Site Admin | જુલાઇ 2, 2025 2:44 પી એમ(PM)
રાજ્યની પ્રાથમિક શાળાઓમાં દર શનિવારે બેગલેસ ડે અમલી થશે.
