મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું, રાજ્યની કોઈ એક GIDCને સંપૂર્ણપણે હરિત ઉર્જા આધારિત ઉદ્યોગો ધરાવતી વસાહત બનાવવાની દિશામાં સરકાર આગળ વધશે. અમદાવાદમાં ભારતીય ઉદ્યોગ મહાસંઘ-CIIની વાર્ષિક બેઠકમાં શ્રી પટેલે જણાવ્યું હતું કે હરિત ઊર્જા- વિનિયોગને વેગ આપવા ઉદ્યોગોને હરિત ઉર્જા પૂરી પાડવાની રાજ્ય સરકારની નેમ છે. શ્રી પટેલે ઉમેર્યું કે વિકાસના ગ્રોથ એન્જિન તરીકે ગુજરાતમાં પણ ક્વોલિટી પ્રોડક્ટ, એમ.એસ.એમ.ઈ.ને પેકેજિંગ માટે સહાય અને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર તત્પર છે. ઉદ્યોગજગત પણ રાજ્ય સરકાર સાથે સહયોગી બને તો આપણી પ્રોડક્ટ વૈશ્વિક સ્પર્ધાત્મક બજારમાં ક્વોલિટી પ્રોડક્ટ તરીકે પ્રસ્થાપિત કરી શકાશે એવો વિશ્વાસ શ્રી પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
Site Admin | માર્ચ 10, 2025 7:31 પી એમ(PM)
રાજ્યની કોઈ એક GIDCને સંપૂર્ણપણે હરિત ઉર્જા આધારિત ઉદ્યોગો ધરાવતી વસાહત બનાવાશે
