ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 1, 2025 9:33 એ એમ (AM)

printer

રાજ્યના 65-મા સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી આજે પંચમહાલના ગોધરામાં કરાશે

પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આજે રાજ્યના 65-મા સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરાશે. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે શ્રી પટેલ 649 કરોડ રૂપિયાથી વધુના વિકાસકામની ભેટ આપશે.આ પ્રસંગે શ્રી પટેલના હસ્તે પાવનધરા પંચમહાલ, વિઝન ડૉક્યૂમેન્ટ્સ – 2047 તેમજ ફ્લૉરા ઑફ ગુજરાત પુસ્તિકાનું વિમોચન કરાશે. ઉપરાંત રાજ્યમાં વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનારા છ મહાનુભાવોનું ગુજરાત ગરિમા પુરસ્કાર અને પંચમહાલમાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનારા 10 લોકોનું રાજ્યપાલશ્રી તથા મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માન કરાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ