રાજ્યના 18 જિલ્લાઓમાં આજે સાંજે 4 થી 8 વાગ્યા દરમિયાન નાગરિક સંરક્ષણ મોક ડ્રીલ યોજાઇ રહી છે. ગાંધીનગરમાં ગિફ્ટ સિટીના રહેણાંક વિસ્તારમાં મોક ડ્રીલ યોજાઇ હતી. આ અંગે જિલ્લા કલેકટર મેહુલ દવેએ વધુ માહિતી આપી.
કચ્છ જિલ્લાના ભુજના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે અને જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મોરબી, દ્વારકા, ગીર સોમનાથ જિલ્લામાં મોક ડ્રીલ યોજાઇ હતી.
રાજ્યના 18 જિલ્લાઓમાં સાંજે સાડા સાત વાગ્યા થી 9 વાગ્યા દરમિયાન બ્લેક આઉટ કરાશે. ડાંગ, ભરૂચ, નવસારી, નર્મદા, સુરત, વડોદરા અને તાપીમાં સાડા સાત થી 8 વાગ્યા સુધી બ્લેકઆઉટ કરાશે. જ્યારે જામનગર, કચ્છ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને મોરબીમાં 8 વાગ્યાથી સાડા 8 વાગ્યા સુધી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ભાવનગર, ગાંધીનગર અને અમદાવાદમાં સાડા આઠ વાગ્યાથી 9 વાગ્યા સુધી અંધારપટ કરાશે.
પાકિસ્તાન સાથે સરહદ ધરાવતાં બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલે વધુ માહિતી આપી.