મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, રાજ્યના શહેરી વિસ્તારોમાં આગામી ચોમાસા પહેલા ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત 50 લાખથી વધુ વૃક્ષ વાવવામાં આવશે. દરમિયાન અમદાવાદ શહેરમાં ગત ત્રણ વર્ષમાં 70 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું છે. મહાનગરપાલિકાએ આ વર્ષે શહેરમાં 40 લાખ વૃક્ષ વાવવાનો સંકલ્પ રાખ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે આકાશવાણી પર ‘મન કી બાત’ કાર્યક્રમમાં આ અંગે અમદાવાદની પ્રશંસા કરી હતી.શ્રી મોદીએ કહ્યું, વૃક્ષાચ્છાદિત આવરણ વધતા અને જળસંગ્રહ ક્ષમતા માટેના ઉપાય હાથ ધરાતા અમદાવાદ ગ્લૉબલ વૉર્મિંગ સામે લડનારા મુખ્ય શહેરોમાંથી એક શહેર બન્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પ્રધાનમંત્રીના ‘એક પેડ મા કે નામ’ અને વરસાદી પાણીના સંગ્રહના અભિયાન ‘કેચ ધ રૅઈન’ જેવા સંકલ્પ પાર પાડવા ગુજરાત સજ્જ હોવાનું જણાવ્યું છે.
Site Admin | એપ્રિલ 28, 2025 9:24 એ એમ (AM)
રાજ્યના શહેરી વિસ્તારોમાં ચોમાસા પહેલા ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત 50 લાખથી વધુ વૃક્ષ વાવવામાં આવશે
