ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 19, 2025 9:45 એ એમ (AM)

printer

રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં બે દિવસ સુધી ધૂળની ડમરી સાથે પવન ફૂંકાવાની હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે અનેક જિલ્લામાં વાતાવરણમાં પલ્ટો આવી શકે છે. હવામાન વિભાગે અમદાવાદ, ગાંધીનગર ઉપરાંત મહેસાણા, અરવલ્લી, પાટણ, સાબરકાંઠા, ખેડા, આણંદ સહિતનાં અનેક જિલ્લામાં આજે અને આવતી કાલે ધૂળની ડમરી સાથે બપોરે અને સાંજે 20થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે.22થી 24 એપ્રિલ સુધી કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે.છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ 45 ડિગ્રી તાપમાન કંડલા એરપોર્ટ પર નોંધાયું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ