રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જસદણ તાલુકાના ખાનપર ખાતે ત્રણ કરોડથી વધુ રકમના ખર્ચે તૈયાર થયેલ વિવિધ વિકાસકામોનું લોકાર્પણ કર્યું છે. નર્મદાનું શુધ્ધ પાણી પુરૂ પાડવા માટે ભડલી જૂથ સુધારણા યોજના અંતર્ગત ખાનપર હેડવકર્સથી શિવરાજપુર તથા ગઢડીયા જસ ગામ સુધીની સાડા આઠ કિલોમીટરની પાઈપલાઈન અને ભુગર્ભ પંપનું લોકાર્પણ મંત્રી દ્વારા કરાયું હતું.
Site Admin | સપ્ટેમ્બર 8, 2024 3:32 પી એમ(PM)
રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જસદણ તાલુકાના ખાનપર ખાતે વિવિધ વિકાસકામોનું લોકાર્પણ કર્યું
