ઓક્ટોબર 25, 2024 7:48 પી એમ(PM)

printer

રાજ્યના પશુપાલન મંત્રી રાઘવજી પટેલના હસ્તે કચ્છના પશુપાલક વરૂણ શર્માને રાજ્યના શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર અંતર્ગત પ્રથમ પુરસ્કાર એનાયત કરાયો

રાજ્યના પશુપાલન મંત્રી રાઘવજી પટેલના હસ્તે કચ્છના પશુપાલક વરૂણ શર્માને રાજ્યના શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર અંતર્ગત પ્રથમ પુરસ્કાર એનાયત કરાયો. કચ્છના ભુજમાં આવેલા ટાઉનહૉલ ખાતે પશુપાલન મંત્રીની ઉપસ્થિતિમાં શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સમારોહ યોજાઈ ગયો. દરમિયાન શ્રી પટેલે 21મી પશુધન વસતિ ગણતરી અને પશુપાલક અકસ્માત વીમા યોજનાનો પણ શુભારંભ કરાવ્યો હતો. શ્રી પટેલે ભુજ ખાતે એક કરોડ 60 લાખ રૂપિયાના ખર્ચે પશુરોગ અન્વેષણ એકમના નવા ભવનનું ઈ- લૉકાર્પણ કરતા જણાવ્યું કે, કચ્છ જિલ્લામાં પશુઓના રખરખાવ, સંવર્ધન અને
સારવાર માટે આ એકમ મહત્વનું બનશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.