રાજ્યમાં ધોરણ 10 અને સંસ્કૃત પ્રથમા તેમજ ધોરણ 12 સામાન્ય, વ્યવસાયલક્ષી, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ તથા સંસ્કૃત મધ્યમાની પૂરક પરીક્ષા આપનારા ઉમેદવારો શિક્ષણ બૉર્ડની વૅબસાઈટ WWW.GSEB.ORG પર ગુણ-ચકાસણીની અરજી કરી શકશે. આગામી 28 જુલાઈએ સાંજે પાંચ વાગ્યા સુધી ઉમેદવારો આ માટેની ઑનલાઈન અરજી કરી શકશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે, જૂન-જુલાઈ મહિનામાં લેવાયેલી પૂરક પરીક્ષાનું પરિણામ 17 જુલાઈએ જાહેર કરાયું હતું.
Site Admin | જુલાઇ 21, 2025 2:31 પી એમ(PM)
રાજ્યના પરીક્ષા આપનારા ઉમેદવારો શિક્ષણ બૉર્ડની વૅબસાઈટ WWW.GSEB.ORG પર ગુણ-ચકાસણીની અરજી કરી શકશે.
