ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 1, 2025 7:10 પી એમ(PM)

printer

રાજ્યના ગ્રામ્ય હસ્તકલા-હાથશાળના 8 હજારથી વધુ કારીગરોને આ વર્ષે 20 કરોડથી વધુની આવક થઈ

રાજ્યના ગ્રામ્ય હસ્તકલા-હાથશાળના 8 હજારથી વધુ કારીગરોને આ વર્ષે 20 કરોડ 89 લાખ રૂપિયાની આવક થઈ છે. રાજ્યમાં સતત બીજા વર્ષે હસ્તકલા-હાથશાળ ઉત્પાદનોનું 31 કરોડ 47 લાખ રૂપિયાનું વેચાણ થયું છે. ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ સાથે રાજ્યના આશરે 8 હજાર કરતા પણ વધુ કારીગરો જોડાયેલા છે. નિગમે આ ઉત્પાદનોની ખરીદી કરી પોતાના રાજ્ય અને રાજ્યની બહાર આવેલ વેચાણ કેન્દ્રો થકી 14 કરોડ 46 લાખ રૂપિયાના ઉત્પાદનોનું વેચાણ કર્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ